પક્ષી બચાવો અભિયાન Mission Save Birds during Uttarayan and Summer.
Showing posts with label પ્રેમ. Show all posts
Showing posts with label પ્રેમ. Show all posts
ઉત્તરાયણ આવી, તોબા તોબા....
ઉત્તરાયણ ફરી વાર આવી ગઈ. બધા ખુશ હશો. પરંતુ વિચારજો કે આ તહેવાર ને લઇ ને કોઈક દુઃખી પણ છે. કોણ હશે ?
વિચારો .......
તમારા પરિવાર માં થી કોઈ દુખી હોય અને તમે આનંદ મનાવો ખરા ! શું ધરતી માતા ના આપને બધા સંતાન નહિ ? હું પક્ષીઓની વાત કરી રહ્યો છું ?
'આ ઉત્તરાયણ આવી અને આફત લાવી' એવું તેઓ નહિ વિચારતા હોય! ફરી હઝારો પક્ષીઓ કે જેઓ પોતાની નિર્દોષ મસ્તી માં મસ્ત છે, માનવીય શોખ નો ભોગ બનશે!
એ સુંદર અને માસુમ લાગતા પક્ષીઓ, કે જેમને હાથ માં લેતા પણ ડર લાગે, તેના ઉપર આપને તલવાર જેવી દોરી ચલાવી દઈશું, ભલે અજાણતા, પરંતુ જવાબદાર તો ખરા ને !
કોઈ ની ડોક કપાઈ જાય,પીંછા કપાઈ જાય, કોઈ ને એવી ઈજા થાય કે મરે નહિ પણ તડપે! વાહ, માનવી, તારો શોખ પણ ગઝબ નો છે! તારા શોખ માં આ માસુમો નું શું ?
શું ક્યારેક આ પક્ષીઓ ને રમતા જોયા છ? કેટલા સરસ લાગે છે? શું તેમની ઈજાઓ,પીડા,લાશ તમને ખુશી આપી શકશે ? શું તેમના ભોગે ખુશ થવું ગમશે તમને ?
ધરતી પર રહેતા સર્વ ચેતન અસ્તિત્વો , જેમના માં જીવ છે, તે સર્વ આપને ઈશ્વર ની સંતાન છીએ.
શું આપને કર્મ ના નિયમો ને પણ ભૂલી ગયા છીએ ?
'જે જેવું કરે, તેવું પામે',
'જેવું વાવીએ તેવું લણીએ'
શું આપણે પાપ વાવીશું ?
આખરે ઉત્તરાયણ તહેવાર છે સારા કર્મ કરવાનો, નહિ કે પાપ કરવા નો! આ દિવસે લોગો તલ ના લડ્ડુ વહેંચે, જામફળ વહેંચે, તલપાપડી વહેંચે, મંદિર માં પ્રસાદી ચઢાવે, જરૂરિયાતમંદ લોકો ને દાન આપે, ભિક્ષા આપે, શા માટે ? કારણ એવું હોઈ સકે કે સારા કાર્યો, સારા કર્મ કરવા નો આ દિવસ છે.શું હવે તમે પતંગ ચગાવતા પહેલા આ માસુમ પક્ષીઓ વિષે નહિ વિચારો ! વિચારશો ને !!!
Subscribe to:
Posts (Atom)
