Showing posts with label કર્મ. Show all posts
Showing posts with label કર્મ. Show all posts

Summer 2016

Mitro,
Aa garmi ma pakshio mate water bowl mikva nu na bhulta ho.
Contact
Free Woter bowl service provider in Deesa
# 9428654321
Whatsapp available

ઉત્તરાયણ ૨૦૧૬ ડીસા

મિત્રો,
વર્ષ ૨૦૧૬ ની ઉત્તરાયણ માટે હેલ્પલાઇન નંબર ઉપલબ્ધ થયા છે. જે અહિયાં મુકવામાં આવી રહેલ છે.
આ નમ્બર અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ, ડીસા ના છે.
7041000096
7041000078
7600381318
7874700041
વધુ માહિતી આગળની  પોસ્ટમાં.

ઉત્તરાયણ આવી, તોબા તોબા....

મિત્રો,
ઉત્તરાયણ ફરી વાર  આવી ગઈ. બધા ખુશ હશો. પરંતુ વિચારજો કે આ તહેવાર ને લઇ ને કોઈક દુઃખી પણ છે. કોણ હશે ?
વિચારો .......
      તમારા પરિવાર માં થી કોઈ દુખી હોય  અને તમે આનંદ મનાવો ખરા ! શું ધરતી માતા ના આપને બધા સંતાન નહિ ? હું પક્ષીઓની વાત કરી રહ્યો છું ?
     'આ ઉત્તરાયણ આવી અને આફત લાવી' એવું તેઓ નહિ વિચારતા હોય! ફરી હઝારો પક્ષીઓ કે જેઓ પોતાની નિર્દોષ  મસ્તી માં મસ્ત છે, માનવીય શોખ નો ભોગ બનશે!
      એ  સુંદર  અને માસુમ લાગતા પક્ષીઓ, કે જેમને હાથ માં લેતા પણ ડર લાગે, તેના ઉપર આપને તલવાર જેવી દોરી ચલાવી દઈશું, ભલે અજાણતા, પરંતુ જવાબદાર તો ખરા ને !
કોઈ ની ડોક કપાઈ જાય,પીંછા કપાઈ જાય, કોઈ ને એવી ઈજા થાય કે મરે નહિ પણ તડપે! વાહ, માનવી, તારો શોખ પણ ગઝબ નો છે! તારા શોખ માં આ માસુમો નું શું ?
      શું ક્યારેક આ પક્ષીઓ ને રમતા જોયા છ? કેટલા સરસ લાગે છે? શું તેમની ઈજાઓ,પીડા,લાશ તમને ખુશી આપી શકશે ? શું તેમના ભોગે ખુશ થવું ગમશે તમને ?
ધરતી પર રહેતા સર્વ ચેતન અસ્તિત્વો , જેમના માં જીવ છે, તે સર્વ આપને ઈશ્વર ની સંતાન છીએ.
શું આપને કર્મ ના નિયમો ને પણ ભૂલી ગયા છીએ ?
'જે જેવું કરે, તેવું પામે',
 'જેવું વાવીએ તેવું લણીએ'
શું આપણે પાપ વાવીશું ?
      આખરે ઉત્તરાયણ તહેવાર છે સારા કર્મ કરવાનો, નહિ કે પાપ કરવા નો! આ દિવસે લોગો તલ ના લડ્ડુ વહેંચે, જામફળ વહેંચે, તલપાપડી વહેંચે, મંદિર માં પ્રસાદી ચઢાવે, જરૂરિયાતમંદ લોકો ને દાન આપે, ભિક્ષા આપે, શા માટે ? કારણ એવું હોઈ સકે કે સારા કાર્યો, સારા કર્મ  કરવા નો આ દિવસ છે.
       શું હવે તમે પતંગ ચગાવતા પહેલા આ માસુમ પક્ષીઓ વિષે નહિ વિચારો ! વિચારશો ને !!!