ઉત્તરાયણ ફરી વાર આવી ગઈ. બધા ખુશ હશો. પરંતુ વિચારજો કે આ તહેવાર ને લઇ ને કોઈક દુઃખી પણ છે. કોણ હશે ?
વિચારો .......
તમારા પરિવાર માં થી કોઈ દુખી હોય અને તમે આનંદ મનાવો ખરા ! શું ધરતી માતા ના આપને બધા સંતાન નહિ ? હું પક્ષીઓની વાત કરી રહ્યો છું ?
'આ ઉત્તરાયણ આવી અને આફત લાવી' એવું તેઓ નહિ વિચારતા હોય! ફરી હઝારો પક્ષીઓ કે જેઓ પોતાની નિર્દોષ મસ્તી માં મસ્ત છે, માનવીય શોખ નો ભોગ બનશે!
એ સુંદર અને માસુમ લાગતા પક્ષીઓ, કે જેમને હાથ માં લેતા પણ ડર લાગે, તેના ઉપર આપને તલવાર જેવી દોરી ચલાવી દઈશું, ભલે અજાણતા, પરંતુ જવાબદાર તો ખરા ને !
કોઈ ની ડોક કપાઈ જાય,પીંછા કપાઈ જાય, કોઈ ને એવી ઈજા થાય કે મરે નહિ પણ તડપે! વાહ, માનવી, તારો શોખ પણ ગઝબ નો છે! તારા શોખ માં આ માસુમો નું શું ?
શું ક્યારેક આ પક્ષીઓ ને રમતા જોયા છ? કેટલા સરસ લાગે છે? શું તેમની ઈજાઓ,પીડા,લાશ તમને ખુશી આપી શકશે ? શું તેમના ભોગે ખુશ થવું ગમશે તમને ?
ધરતી પર રહેતા સર્વ ચેતન અસ્તિત્વો , જેમના માં જીવ છે, તે સર્વ આપને ઈશ્વર ની સંતાન છીએ.
શું આપને કર્મ ના નિયમો ને પણ ભૂલી ગયા છીએ ?
'જે જેવું કરે, તેવું પામે',
'જેવું વાવીએ તેવું લણીએ'
શું આપણે પાપ વાવીશું ?
આખરે ઉત્તરાયણ તહેવાર છે સારા કર્મ કરવાનો, નહિ કે પાપ કરવા નો! આ દિવસે લોગો તલ ના લડ્ડુ વહેંચે, જામફળ વહેંચે, તલપાપડી વહેંચે, મંદિર માં પ્રસાદી ચઢાવે, જરૂરિયાતમંદ લોકો ને દાન આપે, ભિક્ષા આપે, શા માટે ? કારણ એવું હોઈ સકે કે સારા કાર્યો, સારા કર્મ કરવા નો આ દિવસ છે.
શું હવે તમે પતંગ ચગાવતા પહેલા આ માસુમ પક્ષીઓ વિષે નહિ વિચારો ! વિચારશો ને !!!
No comments:
Post a Comment
ધન્યવાદ. તમારો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવશે.