મિત્રો,
જો આપણે આટલી સાવધાની રાખીએ તોયે ઘણું સારું , જેથી
નિર્દોષ, માસુમ પક્ષીઓ બચી શકે. આપણે પાપ માંથી ઉગરી શકીએ.
૧. સવારે ૮:૦૦ વાગ્યા પછી જ પતંગ ચગાવવાની. કેમ કે સવારે
વહેલા પક્ષીઓ પોતાના માળા છોડી કાર્ય સ્થળે જતા  હોય છે, આ ઉપરાંત સવારે તેઓ ને દોરી દેખાતી નથી
અને આપણને અંધકાર ને લીધે પક્ષીઓ દેખાતા નથી.
૨. સાંજે ૫:૦૦ વાગ્યા થી પતંગ ચગાવવાનું બંદ કરવું. કેમ કે
આ સમયે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરે છે.
૩. ઘાયલ અવસ્થામાં જો કોઈ પક્ષી મળે તો કોઈ જીવદયા પ્રેમી
ને મોબાઈલથી સંપર્ક કરવો. પહેલા થી નંબર નોધી રાખવા.
૪. ઝાડ,મોબાઈલના ટાવર, ઊંચાઈવાળી  જગ્યાઓ એ દોરી ના ફસાય, તેનું ધ્યાન રાખવું.
૫. દોરી ના ગુન્ચલા વૃક્ષ ઉપર ના નાખવા.
૬. જો કોઈ પક્ષી દોરી વચ્ચે આવી જાય તો સિફતપૂર્વક તેને
છોડાવવું અથવા આપની દોરી તોડી દેવી.
૭. વધારે પડતો ઘોંઘાટ ન કરવો, કેમ કે આપ ઘોંઘાટ સાંભળી
પક્ષીઓ આકુલ વ્યાકુળ થઇ ઉડાઉડ કરે છે અને અકસ્માત ના ભોગ બને છે.
૮. આપ પોતા ના માટે જરૂરી સાવધાનીઓ પણ જરૂર રાખો.
* જરૂરી સૂચનો મને કરશો. majorjc@gmail.com

 
No comments:
Post a Comment
ધન્યવાદ. તમારો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવશે.