uttarayan-makarsankranti nimmite pakshio bachavva antargat savdhanio

 ઉત્તરાયણ નીમિતે પક્ષીઓ બચાવવા અર્થે સાવધાનીઓ

વિદ્યાર્થી મિત્રો ઉત્તરાયણ પૂર્વે જીવદયા સંદર્ભે થોડી સાવધાની રાખવાની વિનંતી. આપણે સર્વ નીચે સૂચવેલ સાવધાનીઓ  રાખીએ, જેથી નિર્દોષ, માસુમ પક્ષીઓ બચી શકે.
૧. સવારે ૮:૦૦ વાગ્યા પછી જ પતંગ ચગાવવાની. કેમ કે સવારે વહેલા પક્ષીઓ પોતાના માળા છોડી ખોરાક ની શોધમાં બીજા સ્થળે જતા  હોય છે, આ ઉપરાંત સવારે તેઓને દોરી દેખાતી નથી અને આપણને અંધકારને લીધે પક્ષીઓ દેખાતા નથી.
૨. સાંજે ૫:૦૦ વાગ્યાથી પતંગ ચગાવવાનું બંદ કરવું. કેમ કે આ સમયે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરે છે.
૩. ઘાયલ અવસ્થામાં જો કોઈ પક્ષી મળે તો કોઈ જીવદયાપ્રેમીને મોબાઈલથી સંપર્ક કરવો. પહેલા થી નંબર નોધી રાખવા.
૪. ઝાડ, મોબાઈલના ટાવર, ઊંચાઈવાળી  જગ્યાઓએ દોરી ના ફસાય, તેનું ધ્યાન રાખવું.
૫. દોરીના ગુન્ચળા વૃક્ષ ઉપરના નાંખવા.
૬. જો કોઈ પક્ષી દોરી વચ્ચે આવી જાય તો સિફતપૂર્વક તેને છોડાવવું અથવા આપની દોરી તોડી દેવી.
૭. વધારે પડતો ઘોંઘાટ ન કરવો, કેમ કે આપ ઘોંઘાટ સાંભળી પક્ષીઓ આકુલ વ્યાકુળ થઇ ઉડાઉડ કરે છે અને અકસ્માત ના ભોગ બને છે.
૮. આપ પોતાના માટે જરૂરી સાવધાનીઓ પણ જરૂર રાખો.

Website:    http://missionsavebirds.blogspot.com     

ઉત્તરાયણ દરમ્યાન વિદ્યાર્થીઓ તથા સામાન્ય નાગરિકોએ રાખવાની થતી સાવચેતીઓ

૧. વડીલોની ઉપસ્થિતિમાં વિશાળ મેદાનમાં કે ધાબા ઉપર પતંગ ઉડાવવી. પાણી ના ટાંકા ઉપરથી કે સડક ઉપરથી પતંગ ના ઉડાવવી. જે ધાબાને પાળીઓ નથી, ત્યાંથી પતંગ ના ઉડાવવી.
૨. પતંગ લૂટવાનો પ્રયત્ન ના કરવો. ખાસ કરીને સડક પરથી પતંગ લુંટવા દોડાદોડ ના કરવી.
૩. વીજળીના વાયર તેમજ થાંભલા થી દૂર રહેવું.
૪. ખૂબ કાંચવાળી દોરી ના વાપરવી. ચીના દોરી ના વાપરજો.
5. દ્રીચક્રીય વાહનો ચલાવતી વખતે ગાળામાં મફલર રાખવું.
6. પતંગ ઉડાવતી વખતે પોતાની દોરીથી કોઈ વ્યક્તિ,પશુ કે પક્ષી ધાયલ ના થાય તેની સાવચેતી રાખવી.
૭. સવારે ૮ થી સાંજના 5 વાગ્યા સુધી જ પતંગ ઉડાવવી.
૮. ઘાયલ અવસ્થામાં જો કોઈ પક્ષી મળે તો કોઈ જીવદયાપ્રેમીને મોબાઈલથી સંપર્ક કરવો. પહેલાથી નંબર નોધી રાખવા.
૯.  ખૂબ ઘોંઘાટવાળું સંગીત ના વગાડવું. બુમબરાડા ના કરવા.
૧૦. પતંગ કાપવાની તેમજ કપાવાની- બંને બાબતો ની મજા લેવી.

હેપ્પી ઉત્તરાયણ !

No comments:

Post a Comment

ધન્યવાદ. તમારો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવશે.