ઉત્તરાયણ નીમિતે પક્ષીઓ બચાવવા અર્થે સાવધાનીઓ

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgQvVs08Fqy67WmtPRhxOMDt1D0aZAPCZApumIt7tA67QCvhb3owH0uBxAf4zNtXs7ZG9dv24N7kLndZIv-wZdpYFllcenvL7c3OJvlyA5txpgM18pRTsDb_aEiZosRwDrrTxFzOagijPU/s1600/bird-2-300x197.jpg
વિદ્યાર્થી મિત્રો ઉત્તરાયણ પૂર્વે જીવદયા સંદર્ભે થોડી સાવધાની રાખવાની છે. આપણે નીચે સૂચવેલ સાવધાનીઓ  રાખીએ શકીએ જેથી નિર્દોષ પક્ષીઓ બચી શકે.

૧. સવારે ૮:૦૦ વાગ્યા પછી જ પતંગ ચગાવવાની. કેમ કે સવારે વહેલા પક્ષીઓ પોતાના માળા છોડી ખોરાકની શોધમાં બીજા સ્થળે જતા  હોય છે, આ ઉપરાંત સવારે તેઓને દોરી દેખાતી નથી અને આપણને અંધકારને લીધે પક્ષીઓ દેખાતા નથી.
૨. સાંજે ૫:૦૦ વાગ્યાથી પતંગ ચગાવવાનું બંદ કરવું. કેમ કે આ સમયે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરે છે.
૩. ઘાયલ અવસ્થામાં જો કોઈ પક્ષી મળે તો કોઈ જીવદયાપ્રેમીને મોબાઈલથી સંપર્ક કરવો. પહેલાથી નંબર નોધી રાખવા.
૪. ઝાડ,મોબાઈલના ટાવર, ઊંચાઈવાળી  જગ્યાઓએ દોરી ના ફસાય, તેનું ધ્યાન રાખવું.
૫. દોરીના ગુન્ચલા વૃક્ષ ઉપરના નાખવા.
૬. જો કોઈ પક્ષી દોરી વચ્ચે આવી જાય તો સિફતપૂર્વક તેને છોડાવવું અથવા આપની દોરી તોડી દેવી.
૭. વધારે પડતો ઘોંઘાટ ન કરવો, કેમ કે આપ ઘોંઘાટ સાંભળી પક્ષીઓ આકુલ વ્યાકુળ થઇ ઉડાઉડ કરે છે અને અકસ્માત ના ભોગ બને છે.
૮. આપ પોતા ના માટે જરૂરી સાવધાનીઓ પણ જરૂર રાખો.

                                   

* જરૂરી સૂચનો મને કરશો.

  http://missionsavebirds.blogspot.in

અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ, ડીસા તરફ થી આપવામાં આવેલ હેલ્પલાઇન નમ્બર છે :-
  • 7041000096
  • 7041000078
  • 7600381318
  • 7874700041
જરૂર નોંધી રાખશો.




No comments:

Post a Comment

ધન્યવાદ. તમારો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવશે.