નમસ્કાર મિત્રો,
વર્તમાન સમય માં ઘણી વાર સારી વાત કરનાર ને એટલો બધો સારો રિસ્પોન્સ નથી મળતો કે જેટલો અયોગ્યાવાતે મળે છે. સારું તો મારી વાત સારું કરું છું. જો વાત માં તથ્ય જણાય તો આ પોસ્ટ ને વધુ માં વધુ લોકો વાંચે તેવો પ્રયત્ન કરવા વિનંતી છે.
ઉત્તરાયણ નિમિતે આપણે આપણી અમુક ફરજો થી જાગૃત રહેવું જોઈએ.
- એક નાગરિક તરીકે:
- ઉત્તરાયણ નું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ લોકો ને સમજાવવું જોઈએ.
- લોકો ઉતરાયણ નિમિતે દાન પુણ્ય કરે તે આપણી સંસ્કૃતિ છે તે સમજ આપવી.
- બાઈક ચાલકો ને દોરી થી બચવાની સમજ આપવી.
- છોકરાઓને સુરક્ષિત રીતે પતંગ ચગાવાની સમજ આપવી.
- એક માતા પિતા તરીકે:
- બાળકોના સાથે રહી ઉતરાયણ કરવી.
- દોરી વધુ પડતી કાંચવાળી ના ખરીદવી.
- બાળકોને વીજળીના તાર થી દુર રાખવા.
- દોરી ની જગ્યા પર બીજા કોઈ અખાત્રા ના કરવા.
- બાળકોને દાનપુણ્ય ની સમજ આપવી.
- એક શિક્ષક તરીકે:
- વિદ્યાર્થીઓને સુરક્ષિત ઉતરાયણ ની સમજ આપવી.
- પક્ષી બચાવો અભિયાન ની સમજ આપવી.
- પક્ષી બચાવો અભિયાન ના સ્વયંસેવકોના મોબાઈલ નંબર લખાવવા.
- વિદ્યાર્થીઓને સમજ આપવી કે ઉત્તરાયણ સવારે ૮ વાગ્યા થી શરુ કરવી. અને સાંજે ૫ વાગ્યે પૂરી કરવી.
- દોરી ની ગુંચ વૃક્ષો પર ના નાંખવી.
- વહીલી સવારે મોટા અવાજે ગીતો ના વગાડવા ની સમજ આપવી.
- અબોલ જીવો પ્રત્યે આપણા કર્તવ્યો સમજાવવા.
- આ વિષે જાગૃતિ ફેલાવવી.
આ વાત યોગ્ય છે
ReplyDelete